એક વાક્યમાં વિરલ ડેવેલપર્સ ને વર્ણવીએ તો ભવ્યતામાં વિવધતાનું પરિણામ, કે જેઓ દ્રષ્ટાંતરૂપ કહી શકાય તેવા તથા વિરલ શબ્દ ને ખરા અર્થમાં સાર્થક કરતા રેસીડેન્સીયલ તથા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ થકી બહુ ટૂંકા ગાળામાં સૌરાષ્ટ્ર – ગુજરાતની એક સફળ રીયલ એસ્ટેટ કંપની તરીકે નામના પામ્યા છે. તદુપરાંત શહેરના સૌથી વિકશીલ એરિયામાં લેન્ડમાર્ક બની શકે તેવા નીર્ધાર સાથે વિરલ ડેવેલપર્સ અવિરતપણે કાર્યશીલ છે.





હું અહીં જ છું...
તમારા સુખમાં સમૃદ્ધિ સોડમ ઉમેરવા તમારા ઉત્સાહમાં ઉમંગના ઓજસ પાથરવા તમારી અવિસ્મરણીય યાદોને ચરિતાર્થ કરવા હું અહીં છું...
તમારી શક્યતા ને સંકલ્પ કરવા તમારા સ્વપ્ન ની કાયાકલ્પ કરવા તમારા શોધનાં અલ્પવિરામ પર પૂર્ણવિરામ મુકવા હું અહીં છું...
તમારા આત્મસંતોષને પરિપૂર્ણ કરવા તમારી આકાંક્ષાઓને આતુર બની આવકારવા તમારા વૈભવ ને વાટિકા બનાવવા હું અહીં છું...
મોકળાશ હું અહીં જ છું...




પ્રકૃતિ હું અહીં જ છું...
આજની સતત દોડતી તથા કશ્મકશ ભરેલી જીવનશૈલીમાં માણસ વિશ્રામ લેવાનું જાણે ભૂલી જ ગયો છે અને આ ખરો વિશ્રામ આપવામાં કોઈપણ માનવસર્જિત લક્ઝરી પ્રકૃતિની તોલે ન આવી શકે અને એ પ્રકૃતિની નિશ્રા આપના વિશ્રામમાં નિમિત્ત બનશે.
સુખ - શાંતિ હું અહીં જ છું...
જીવનમાં શાંતિ આ એક એવું પાસું છે, જે જીવનનો ભાગ બને તો સુખનો આપોઆપ જીવનમાં પ્રવેશ થઈ જાય છે અને આ શાંતિ ત્યારે જળવાય જયારે રહેવાસીઓની જીવનશૈલી તેમજ એમનું સોશ્યલ તથા ઇકૉનિમકલ લેવલ બહુધા એક જ રહે અને આ ત્યારે શક્ય બને જયારે પ્રોજેક્ટ્સમાં બે અલગ BHK ના સેગ્મેન્ટનું એકાકીકરણ ન થાય, કે જેથી રહેવાસીઓ વચ્ચે હિતનો ટકરાવ ટાળી શકાય.




નવીનતા હું અહીં જ છું...
ઘરમાં સૌથી વધું વપરાતી જગ્યા એ લિવિંગરૂમ એન્ડ કિચન છે. ત્યાં કુદરતી હવા અને કુદરતી પ્રકાશની જરૂરીયાત મુખ્ય બાબત છે. વિરલ વાટીકામાં આ કુદરતી હવા અને પ્રકાશ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
કિચનને પણ લિવિંગરૂમ ની જેમ બહારની સાઈડ રાખવાંમાં આવ્યું છે. ગૃહિણીઓ દિવસ દરમ્યાન ૫-૬ કલાક કિચનમાં સમય પસાર કરે છે અને એમનાં માનસિક અને શારીરિક આરોગ્ય માટે કુદરતી હવા અને ઉજાસ એ ખુબજ જરૂરી છે અને એનું ધ્યાન રાખવામાં આવેલ છે.
વિશ્રામ હું અહીં જ છું...
આજનો મનુષ્ય અગણિત ખેવનાઓ લઈને જીવતો હોય છે, દેશ – વિદેશ ની યાત્રા કરતો હોય છે પરંતુ ખરો વિશ્રામ તો પોતાના સપનાનાં ઘર પર આવીને જ મળે છે અને તમારા સપનાના ઘરનું પરિસર તથા સંરચના એવી જ હોવી જોય આ કે જ્યાં પગ મુક્ત જ આપ હાશ નો શ્વાસ લઈ શકો.



